GOVERNMENT OF INDIA
Accessibility
Accessibility Tools
Color Adjustment
Text Size
Navigation Adjustment
quiz picture
The Viksit Bharat Quiz Challenge (Gujarati)
From Nov 25, 2024
To Dec 10, 2024
10પ્રશ્નો
300 sec સમયગાળો
Cash Prize
ભાગ લો

About Quiz

વિકસિત ભારત યંગ લીડર્સ ડાયલોગ (Young Leaders Dialogue) એ રાષ્ટ્રીય યુવા મહોત્સવ (NYF) 2025ની એક મજબૂત અને નવીન પરિવર્તનશીલ પહેલ છે. વડાપ્રધાનશ્રીના વિઝન અનુસાર, ભારતના ભવિષ્યના ઘડતરમાં યુવાનોના વધતા યોગદાનને ધ્યાનમાં રાખીને, આ કાર્યક્રમને વિકસિત ભારત યંગ લીડર્સ ડાયલોગનું નવું નામ આપવામાં આવ્યું છે. આ સજીવ મંચ યુવા ભારતીયોને તેમના વિચારો અને દ્રષ્ટિકોણ શેર કરવાની તક આપશે જેથી વિકસિત ભારતનું વિઝન સાકાર બનશે.

વિકસિત ભારત ક્વિઝ ચેલેન્જ ભારતની મહત્વપૂર્ણ સિદ્ધિઓ અને સીમાચિહ્નો વિશેની સમજણ અને જાગૃતિ પુરી પાડશે.

પાત્રતા: ઉમેદવારની ઉંમર 15 થી 29 વર્ષ હોવી આવશ્યક છે.

Choose your Language

Gratifications

  • ક્વિઝના શ્રેષ્ઠ પ્રદર્શનકર્તાને ₹1,00,000/- નું રોકડ ઈનામ આપવામાં આવશે.
  • બીજા શ્રેષ્ઠ પ્રદર્શનકર્તાને ₹75,000/- નું રોકડ ઈનામ મળશે.
  • ત્રીજા શ્રેષ્ઠ પ્રદર્શનકર્તાને ₹50,000/- નું રોકડ ઈનામ મળશે.
  • આગામી 100 સ્પર્ધકોને ₹2,000/- નું સાંત્વન ઇનામ મળશે.
  • એ ઉપરાંત, આગામી 200 સ્પર્ધકોને ₹1,000/- નું વધારાનું સાંત્વન ઇનામ આપવામાં આવશે.

બધા ભાગ લેનારા ઉમેદવારોને ડિજિટલ ભાગીદારી પ્રમાણપત્ર આપવામાં આવશે.

Terms and Conditions

  1. ક્વિઝ તમામ ભારતીય નાગરિકો માટે ખુલ્લું છે.
  2. સ્પર્ધક દ્વારા ‘પ્લે ક્વિઝ’ પર ક્લિક કર્યા પછી ક્વિઝ શરૂ થશે.
  3. ક્વિઝ 12 ભાષાઓમાં ઉપલબ્ધ રહેશે: અંગ્રેજી, હિન્દી, આસામી, બંગાળી, ગુજરાતી, કન્નડ, મલયાલમ, મરાઠી, ઉડિયા, પંજાબી, તમિલ અને તેલુગુ.
  4. એક જ સ્પર્ધકની એક થી વધુ એન્ટ્રી સ્વીકારવામાં આવશે નહીં.
  5. આ સમયમર્યાદિત ક્વિઝ છે: 10 પ્રશ્નોના જવાબ આપવા માટે 300 સેકંડ આપવામાં આવશે.
  6. એક વાર ક્વિઝ સબમિટ થયા પછી તે પાછી ખેંચી શકાશે નહીં.
  7. અનપેક્ષિત પરિસ્થિતિમાં, ક્વિઝના નિયમો અને શરતોમાં ફેરફાર કરવા અથવા ક્વિઝ રદ કરવા માટે યુવા મુદ્દા અને રમત મંત્રાલયને અધિકાર છે.
  8. સ્પર્ધકોએ ક્વિઝ સ્પર્ધાના તમામ નિયમો અને શરતોનું પાલન કરવાનું રહેશે.
  9. ક્વિઝ વિશે મંત્રાલયનો નિર્ણય અંતિમ અને બાંધકિય રહેશે અને તે અંગે કોઈ પત્રવ્યવહાર કરવામાં આવશે નહીં.
  10. તમામ વિવાદો/કાયદાકીય ફરિયાદો માટે દિલ્હીનો આધિકારક્ષેત્ર માન્ય રહેશે. તે માટેના ખર્ચના જવાબદાર પક્ષો પોતે જ રહેશે.
  11. વિલંબ, અધૂરી એન્ટ્રીઓ અથવા ટેકનિકલ સમસ્યાઓ માટે આયોજકો જવાબદાર રહેશે નહીં.
  12. ક્વિઝ લેતા વખતે પેજ રિફ્રેશ કરવું નહીં, અને ધ્યાનથી સબમિટ કરવું.
  13. વિજેતાઓએ તેમના બેંક વિગતો MyGov પ્રોફાઇલમાં અપડેટ કરવી પડશે. બેંક ખાતામાં નામ અને MyGov પ્રોફાઇલમાં નામ સમાન હોવું જરૂરી છે.
  14. સ્પર્ધકોએ નામ, ઈમેલ, મોબાઈલ નંબર અને શહેરની વિગતો આપવાની રહેશે.
  15. નિયમો અને શરતો ભારતીય કાયદાઓ અને ન્યાયવ્યવસ્થાના નિર્ણય મુજબ શાસિત થશે.